Wednesday, August 1, 2007

ભય અમારે કોનો જગમાં ?

ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

લુચ્ચા બુઢ્ઢા ચોરલૂંટારા
અમને શું કરવાના ?
સીધુંસાદું જીવન જ્યાં હો
શીદને અમ ડરવાના ?
ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

નહિ કપટ, ન ઝોળી થેલી,
મતા અમારી શી ?
લૂંટી શકે ના લગન અમારી
ધૂન તદ્દન પાગલ શી !
ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

ખપે નહિ આરામ અમોને,
ખપે ન યશ કે નામ;
ખપે નહિ વિરામ અમોને,
સદા લગન – બસ, કામ !
ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

ચડતી-પડતી સમાન અમને,
છો હાર જીવન કે જીત;
જીવન જોગવવું જ લગનમાં,
ધ્યેયમગન થઈ નિત !
ભય પછીથી કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

- રવીન્દ્રનાથ ઠાકુર 

No comments:

Post a Comment